Wednesday, 11 October 2017

અછાંદસ

એક અછાંદસ....

=== ઘટના ને તમે ===
ઘટના
જયારે તમારી સાથે બને છે કે
ઘટના ઘટે છે (કે વધે છે)
ત્યારે
તમારા કેન્દ્રબિન્દુમાં ઘટના હોય છે કે
ઘટનાના કેન્દ્રબિંદુમાં તમે ?
કે પછી
તમે ઘટના સાથે બનો છો
Sorry, ઘટના સાથે તમે ઘટો છો (કે વધો છો)?
અરે ભાઈ, આ તર્ક માત્ર નથી,
ઘટના ઘટે છે અને
તમે ખડખડાટ હસો છો અથવા
તમે પોક મૂકીને રડો છો અથવા
તમે ડઘાઈ જાવ છો અથવા
તમે લાલચોળ થઇ જાઓ છો અથવા
તમેં આશ્ચર્યમાં ડૂબી જાઓ છો અથવા
તમે થઇ જાઓ છો ત્યાંથી હવા..!!
પણ
ઘટના તો ત્યાની ત્યાં જ રહી ને !
એટલે કે
ઘટના બને છે કે તમે?
== મંથન ડીસાકર (સુરત)

No comments:

Post a Comment