Monday, 10 October 2016

ગઝલ

ગઝલ...

હોય શકે, ના પણ હોય શકે,
આખ્ખુ રણ, કણ કણ હોય શકે.

તુ મારામા શોધ્યા કર બસ,
જોઈતુ કારણ હોય શકે.

આખા જગને ઢાકી દે જે,
એ પડદો પાંપણ હોય શકે.

જેને કુબુધ્ધિ સમજે સૌ,
એ સાચી સમજણ હોય શકે.

તો બોલે બાળક એ ભાષા,
ગુજરાતી ધાવણ હોય શકે.

કીડીને કણ, હાથીને મણ ?
એનાથી અડચણ હોય શકે.

'જ્હાનુ' દરવાજો બંધ હશે,
ઉઘાડુ આંગણ હોય શકે.

- દિપક મહિડા 'દર્પણ'

No comments:

Post a Comment