Monday, 10 October 2016

ગઝલ

પ્રશ્ન ?

પ્રશ્ન અેક અેવો અઘરો પૂછાઇ ગયો,
સમય અમારો ચર્ચામાં  વીતી ગયો.

સડસડાટ ભલે બધું સાચું કહી દેશો,
સાચા થવાના પુરાવા કયાંથી લાવશો?

વરસો પછી કોઇ જણ સામે મળે,
પહેલો પ્રશ્ન દોસ્ત તમે કયો પૂછશો?

સોે કોઇ અહીંયા બેફામ ગુનેગાર છે,
અગ્નિપરીક્ષા તમે કોની કોની કરશો?

કહો અેને ભીંત પર ચીતરાવી દઉં,
પણ વાત અેની સાથે કેવી રીતે કરશો?

રામ,લક્ષ્મણ,સીતાની વાત ભલે કરો,
કહો ઉરમિલાને તમે કયાં કયાં મૂકશો?

       પિયુષ મકવાણા 'મધુકર'

No comments:

Post a Comment