Monday, 10 October 2016

ગઝલ

પલ

જોડવાનું હોય એ જોડી શકો તો બસ છે,
ને વધારાનું બધું છોડી શકો તો બસ છે.

હું કદીયે ક્યાં કશું તમને કહું છું દોસ્તો ?
ઠીકરી આ મૌનની ફોડી શકો તો બસ છે.

એક ઈચ્છા ડોકિયું કરતી રહે રાવણ થઈ,
ભીતરે જો રામને ખોડી શકો તો બસ છે.

ઓગળીને એક થાવું સ્વપ્ન લાગે અમને,
શ્વાસમાં વિશ્વાસને ઘોળી શકો તો બસ છે.

એમને દશરથપણું નડતું  ભલેને રોજે,
માટલીને મૌન ઝબકોળી શકો તો બસ છે.

          આલાપ

No comments:

Post a Comment