ગીત
વાયુ થઈને વાઈ લઈએ,
ગીત મધુરાં ગાઈ લઈએ.
નવા વરસની તારક આંખે,
નવચેતનની પાંખે-પાંખે .
હાસ્ય ફુઆરે નાહી લઈએ,
ગીત મધુરાં ગાઈ લઈએ.
દીવડે-દીવડે ને દ્વારે-દ્વારે,
કુટિર-બંગલે ને માળે માળે .
સૌ કોઈને ચાહી લઈએ,
ગીત મધુરાં ગાઈ લઈએ.
આજ પરોઢે હસતે ચહેરે,
સાલમુબારક સાગર લહરે.
ચાલો મળવા ધાઈ લઈએ.
ગીત મધુરાં ગાઈ લઈએ.
જળ-સ્થળ, નીલગગનમાં,
લહેરાતા મસ્ત પવનમાં .
'કાન્ત ' હું-તું છાઈ લઈએ.
ગીત મધુરાં ગાઈ લઈએ.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment