Saturday, 21 October 2017

ગઝલ

નૂતન વર્ષે નૂતન સંકલ્પ સહ અભિનંદન !!

દરદ નહીં  દવા  મળે,
દિશા નવી જવા  મળે.

રહે  વસંત  વ્હાલની .
હરી ભરી    હવા  મળે

ભરી  જવા   મહેંકને,
દિલે  કળી  થવા  મળે.

ઇમાન ધર નિયત મહીં,
ખુદા  તણી   દુવા  મળે.

દઈ  ખુશી સુખે  ઠરો ,
ખુશી  થઈ  સવા મળે.

ઉષા તણો  ઉજાસ ને,
પ્રકાશ  આંબવા  મળે.
દાજી

No comments:

Post a Comment