હરિગીત
0
રવીન્દ્ર
0
હરિ,દીધું છે નવું વર્ષ તો તમને સાલ મુબારક,
અમને ક્યાં કંઈ ફેર પડે છે અમને હાલ મુબારક.
અમે તમારું શરણ લીધું છે રાખો તેમ જ રહીએ
તમને લાખો જીવની ચિંતા,તેમાં ક્યાં દુઃખ કહીએ?
બધું ભૂલીને તમે ય બોલો અમને વ્હાલ મુબારક...
બધા જ સરખા કહીને રાખ્યા નાના મોટા ભેદ,
અમીરને એ.સી. દીધું ને અમને આ પ્રસ્વેદ,
તમે દીધું તે તમને દીધું,તમને ચાલ મુબારક...
હરિ.આંગળી દીધી ત્યારે હતું કે હાથ પકડશો,
તમે અમારું પોન્ચુ પકડી ક્યાં ક્યાં સાથ રખડશો?
તમે તમાચા દીધે રાખો,અમને ગાલ મુબારક...
000
No comments:
Post a Comment