સવારની અઝાન માં જગાય પણ,
ઉપાસકે હરમ તરફ જવાય પણ.
તમસ મહીં કશું નહીં જણાય પણ,
પ્રકાશ પૂંજ લઇ ફરી શકાય પણ.
નવા નવા પ્રયાસ માં પ્રવ્રૃત થઇ,
કરમ હજું ઘણું ઘણું કરાય પણ.
જગત મહીં વધી પડી હવસ ઘણી,
કદમ કદમ હ્રદય સતત ઘવાય પણ.
શિખર ની ટોચથી ઝરણ વહી રહ્યું,
વહેણ તેજ ધારમા તણાય પણ.
હસીન તારલા થવાની હોડમાં,
જમીન પર ચમક દમક છવાય પણ
નવીન આશ પોષતા મળેલ શ્વાસમાં,
કવન તણી.ઉપાસના કરાય પણ.
માસૂમ મોડાસવી
No comments:
Post a Comment