Wednesday, 11 October 2017

ગઝલ

તને જોઈને આંખો મારી નમે છે,
એટલે જ તું મને બહુ ગમે છે.

બસ એક ગાળમાં જ થયો ગુસ્સે,
બાકી નવ્વાણુ તો કાનો ય ખમે છે.

પછી ગાયો બહાર જ રખડે ને,
અંદર તો કતલખાના ધમ ધમે છે.

વેદના તો કોઈ બીજાની જ છે,
આ જોડો તો અમથો ચમ ચમે છે.

દુ:ખનો હિમાલય સંઘરીને બેઠો છું,
એમાંથી જ આ ગંગા જમના ઝમે છે.

કર્યો તને કેદ મંદિરની માયામાં,
બહાર રાવણો નિશ્ચિંત ભમે છે.

પ્હો ફાટતા જ ઉડી જાય છે તોય,
રાતભર ફૂલો ઓસની અર્થી ખમે છે.

તને ક્યાં ખબર  છે તારા ભાવિ ની,
એથી જ પેટમાં નિરાંતે રમે છે.

ડો. હિતેશ પટેલ 'હિત'

No comments:

Post a Comment