Wednesday, 11 October 2017

અછાંદસ

બાપા
0
રવીન્દ્ર પારેખ
0
બાપાને ગયે ઘણા વર્ષ થયાં
પણ એમનું જીવવાનું અધૂરે ગયેલું
એટલે ઘણીવાર
મારા ગળામાં આવીને ખાંસે છે
મારા પગમાં પગ નાખીને
એ પલંગ પર બેસે છે
હું કફનીમાં હાથ નાખું છું
ત્યારે તે બાપાનો હાથ 
કેવી રીતે બની જાય છે તે
નથી સમજાતું
એમનો છેલ્લો શ્વાસ
મારામાં લંબાતો રહ્યો છે
ઘણીવાર તો એમ જ લાગે છે
કે મારે બદલે બાપા જ  જીવે છે
તો હું ક્યાં છું?
ને મારા દીકરામાં
મારી ખાંસી ઊઠે છે...
0

No comments:

Post a Comment