👌
પાંદડીએ લે! મને ઊભી રાખી,
પછી અમથી પછી તમથી પછી સાચુકલી વાત કરી આખી.
વાતમાં તો ગોકુળની લુમ એને વેડો તો
દાતરડાં બુઠ્ઠા થઈ જાય,
સુરજના હોંકારે જાગેલા કાળમીંઢ પથ્થર જુઠ્ઠ થઈ જાય.
ઝાડવાંએ લે ! મને ઊભી રાખી,
પછી અરઠી પછી મરડી પછી તડકેથી છાંયડીમાં,
કોઈ વાર માળામાં ઊતરતું ચાદરણું
ડાળખીમાં ત્રાંસુ થઈ જાય,
વાયરાએ લે! મને ઊભી રાખી,
પછી અહીંથી પછી તહીંથી પછી પગથી તે માથા લગી.
વિનોદ જોશી
No comments:
Post a Comment