ગઝલ
હોઠ પર રમતું મજાનું સ્મિત શોભે;
સૂરમયી સ્વરબદ્દ કોઈ ગીત શોભે !
રૂપ; રંગો; ગંધથી માદક મહકતી---
ફૂલ સમ કોમળ અતિશય રીત શોભે !
જળ-પવન લયબદ્ધ વૃંદાવન કરે એ--
શબ્દનું સામિપ્ય કાલાતીત શોભે !
અર્થવાહી હોવું અર્થાન્તર કરી દે---
મન વલોવી મેળવ્યું નવનીત શોભે !
એક પળ માહે સળંગાઈ જવાતું---
શ્વાસને નામે લખેલી પ્રીત શોભે !
ક્યાં પરિચિત લાગતી પ્હેલી નજરમાં ?
આગવી કો' ચીજ વિ-લંબિત શોભે !
દૂર સરતાંમાં હવાઈ જે જતો એ--
ચ્હેરો તારો પણ જરી ભયભીત શોભે !
........ગુણવંત ઉપાધ્યાય
No comments:
Post a Comment