Thursday, 27 October 2016

ગઝલ

નમાવી નનામી સલામી ભરું છું,
ઈશુના ઘડેલા તરાપે તરું છું.

પતંગો બનેલો અભાગી સદાયે,
શમાઓ જલાવી મશાલે ઠરું છું.

નયન જો ન છલકે હૃદયને અફાળી,
બની ને અશ્રુની સરિતા સરૂ છું.

દરદથી ભરેલા પહાડો ચડીને,
કફનથી સજેલી કબરે હું મરું છું.

નઝૂમી હવે શું લખે એ લખાણો,
કજલની ખરેલી હથેળી ધરું છું

કશ્યપ લંગાળિયા  'કજલ'

No comments:

Post a Comment