Thursday, 27 October 2016

અછાંદસ

સાંજ.....

સાંજ?
સાંજ એટલે?

સાંજ એટલે કુદરતના સંગીતને નિષ્પન્ન કરતું એક સાજ!

સાંજ એટલે ક્ષિતિજ.

સાંજ એટલે
ના દિવસ, ના રાત.
સાંજ એટલે સંધિ કાળ.
એટલે તો એને સંધ્યા પણ કહે છે.

સાંજ એટલે સંધિ કરવાનો સમય. બાહ્ય તરફથી આંતર તરફની સંક્રાંતિ વેળા !

સાંજ એટલે થાકવુ?
ના, સાંજ એટલે પાકવુ.
સાંજ એટલે થાક ઉતારવાનો મોકો.

સાંજ એટલે "નિજ" તરફ પ્રયાણ.
ગાયોનું ધણ હોય કે પછી પક્ષીઓનું જૂથ....
કે પછી પુરૂષ કે સ્ત્રી.
ભણવા કે રમવા ગયેલું બાળક.
કે પછી વ્રુદ્ધ!
સાંજ એટલે સૌ કોઇ માટે ઘરે પાછા ફરવાની યાદ.
સાંજ એટલે નિજ ઘરે પહોંચવાની ઉતાવળ !

સાંજ જેવી જ સહજતાથી વ્રુદ્ધાવસ્થાને લઇએ તો?
તો તો
જીવન સંધ્યા પણ
બને સલૂણી !

ડૉ. મુકેશ જોષી

No comments:

Post a Comment