બાપુ
ભારતની આન, બાન, ને શાન છે બાપુ,
મજહબો માંહે રહેલો ઈમાન છે બાપુ..
ગુંજી રહી છે પ્રાર્થનાઓ સર્વત્ર આજેય,
સત્ય, અહિંસા, સાદગીનું ફરમાન છે બાપુ..
ડર નથી દુશ્મનો તણો હવે દેશમાં અમારા,
આંદોલનો તણી બનાવી તમે ચટ્ટાન બાપુ..
નમે છે હરકોઈ એવા આદર્શો છે તમારા,
દૂનિયા માંહે દેશનું તમે છો સમ્માન બાપુ..
સ્વચ્છતા તણો સંદેશ આપ્યો તેણે 'જનાબ',
તમે હતા ને હંમેશા રહેશો ભારતની જાન બાપુ.
- વિક્રમ સોલંકી 'જનાબ'
No comments:
Post a Comment