ગઝલ
જ્યારે તારાથી દુર હોઉં છું.
ત્યારે બહુ મજબૂર હોઉં છું.
હરપળ એ તસ્વીર જોઉં છું.
મંજિલે તારી રાહ જોઉં છું.
સમજાવું કેમ કરીને હું તને,
રાત્રિમા કેટ-કેટલું રોઉં છું.
આજ પણ ઘણી વાર મંજિલે,
રાહે ચાલતી તને જ જોઉં છું.
બોલી નથી શકતો કઇ પણ,
જ્યારે તારી નજારો જોઉં છું
આજેય "હર્ષ" ભૂતકાળમાં રહી,
મારા અતીતને મુજમાં જોઉં છું...
*_હર્ષ . "મહેંદી"_*
No comments:
Post a Comment