Tuesday, 15 November 2016

ગઝલ

ગઝલ...

પહેલી નજરમાં મને તું ગમી છે.
ગઝલ એટલે આટલી રેશમી છે.

છલકાતી છે મૌસમ અને છે જવાની,
અહીં આજ બસ એક તારી કમી છે.

નકકી આજ રાતે હશે નીકળી તું,
સિતારાની આંખો જુઓ ટમટમી છે.

ગુ'નો સાવ નાજૂક થતા થૈ ગયો 'તો,
ખબર એ ન'તી કે સજા કારમી છે.

નજરને હદય માં મિલાવી જુઓ તો,
નથી shyam નાહક ભલો આદમી છે.

Shyam........

No comments:

Post a Comment