હાઇકુ અષ્ટક
(૧) સ્નેહભીના છે
ફૂલડાં જીવનના
અમીરસ પી.
(૨) પુણ્યસલિલા
કલકલ નિનાદે
ઉતરી રહી .
(૩) ભાગીરથીના
કલકલ નિનાદે
ધ્યાનસ્થ મુનિ.
(૪) અનરાધાર
ઝળુંબ્યો મેવલિયો
અબોલ કાજે.
(૫) હિમાચ્છાદિત
ગીરીશીખરો મગ્ન
કૃષ્ણલીલા માં .
(૬) ચંદ્રકિરણે
કુસુમવૃષ્ટિ કરી
અશ્વિની માસે
(૭) નભદર્શન
રોજ સવારે કર્યું
અર્ધ્ય આપીને
(૮) એ પથ્થર છે
ટાંકણાના ટચાકે
બોલી ઉઠશે
અસ્મિતા
No comments:
Post a Comment