નયનને નચાવી નજાકત કરી’તી!
કયામત પહેલાં કયામત કરી’તી
જગતમાં મે થોડી શરાફત કરી’તી!
મે જાતે જ ઉભી આ આફત કરી’તી!
જગતની નજરમાં ગુનેગાર છું હું,
હતી ભૂલ મારી: ‘મહોબત કરી’તી!’
હતી જાણ મુજને કે કાળપ અડકશે,
આ કાજળ સમીપે જ્યાં સોબત કરી’તી!
જે અંજામ આવે લડી લે હ્યદય તું,
મહોબત પહેલાં ક્યાં મસલત કરી’તી!
તમારા વિશે માંગશે સૌ ખુલાસા,
ગઝલમાં તમારી વકાલત કરી’તી!
શિવમ રાજપુત
No comments:
Post a Comment