Tuesday, 15 November 2016

ગઝલ

કસમનીય આજે કસમથી કહું છું,
હું 'પ્રેમ'  તો તને  જ ખુબ  કરૂં છું.

સંસાર સાગર  છે  કઠીન, એ હું જાણું છું,
તેમ છતાં  હું ડૂબકી મારી રોજ  તરું છું ?

ચેન ખોયું ને  બેચેની લીધી છે મે,
કશુંય ન જાણું હું છતાં મન ભરું છું.

તારી યાદ જ એટલી છે રોજ ભીતર,
કે હું ખુદને જ ભુલી ખુદ પર મરું છું.

નહીં  ભૂલે "તૃપ્ત" ક્યારેય તને દોસ્ત !
હું રોજ ઉગતા સુરજે તને વરૂ છું.

તૃપ્તિ ત્રિવેદી "તૃપ્ત"

No comments:

Post a Comment