Saturday, 19 November 2016

અછાંદસ


વિ - જોગણ

ભ્રમણ પગલા
આવ્યા મારી કને
ધ્યાનમાં લીધાં
જિજ્ઞાસુ પગ
ચાલ્યા જાય રાનમાં
પાનખરે ફૂલની પગદંડી
શિયાળામાં કાતિલ લહરો
ચોમાસે નભ ઝરમર
મુજ કાજે બનાવ્યું
તરુવરે સાદ કર્યો
સરોવર હાથ લંબાવે
બોલાવૈ મને
કિધું કાનમાં મને
ગૂંજયા કરે છે:
ગીતનો ગજબ નાદ
અલગ રણકરો
પર્ણ ઉઠ્યા બોલી
ફૂલ ઉઠયા ડોલી
ભરી ભીતરની જોલી
મનમસ્ત સર્વત્ર
વિજોગણું દિલ
આગળ મંડાય પગ
પ્રકૃતિ લે બાનમાં
પથ્થર જોયો ભાનમાં
જાણી લીધુ મેં શાનમાં
ઘેલી ઘેલી
પ્રીત પડઘાય વેરાન
ગૂમનામ ગુમાન
અંદર મધુરું બોલે
પડદા ખોલે
મારાવમવગમતા મોલે...

શોર્ય પરમાર

No comments:

Post a Comment