Saturday, 19 November 2016

गीत

                    એક ઘર.......
ત્યા સારા માણસ ની હાજરી હોય છે
જ્યા મકાન માથી પરિવર્તિત ઘરની કયારી હોય છે.

શબ્દો ની છટા એક અલગ હોય જ્યા
બસ ધારી જ નહી અણધારી હોય છે
જીવન જીવતા શીખે અહીયાથી કોઈ
જ્યા મકાન માથી પરિવર્તિત ઘરની કયારી હોય છે.

છોડ પાંગરે છે હુકમ હવાલે જ્યા
ફુલ આપવાની જેને જવાબદારી હોય છે
સંસ્કાર દેખાય ઉંબરે થી ત્યા સાહેબ
જ્યા મકાન માથી પરિવર્તિત ઘરની કયારી હોય છે.

તણખલા ભેગા કરીને જ્યા માળો બને છે
એ વડલાને પણ અલગ ખુમારી હોય છે
આવેતુ નો આદર હૈયે થી હોય છે ત્યા ?
જ્યા મકાન માથી પરિવર્તિત ઘરની કયારી હોય છે.

લક્ષ્મીજી ના પગલા રોજ થતા અહીંયા
મેહુલ...! જ્યા ભાગવત ની જાણકારી હોય છે રૂપ એક અને રંગ અનેક હોય છે ત્યા
જ્યા મકાન માથી પરિવર્તિત ઘરની કયારી હોય છે.
                                 "મેહુલ.આર.બારોટ"

No comments:

Post a Comment