Saturday, 12 November 2016

ગઝલ

હવે આ જીંદગીમાં એ અસર ક્યાં છે
નથી તું તો  ગઝલ પણ આ ગઝલ ક્યાં છે

બરફ જેમ જ દરદ જામી ગયાં સઘળા
હવે આંખો  તે દિન જેવી સજળ ક્યાં છે

ખિઝાંમાં પણ ચમન ને સાચવ્યું જેણે
બહારોને આ કંટકની કદર ક્યાં છે

પહેલાં જેમ દિલ ઘાયલ નથી થાતું
પહેલા જેવી તારી આ નજર ક્યાં છે

રદીફ ઓ કાફિયા  મત્લાને મક્તા છે,
ગઝલમાં જે જરૂરી એ વજન ક્યાં છે!
-શિવમ રાજપુત

No comments:

Post a Comment