Saturday, 12 November 2016

ગઝલ

બતાવે છે સમય પણ દ્રશ્ય કેવા અવનવા આજે,
તવંગર પણ ભિખારી સમ કતારોમાં ઉભા આજે.

અમારૂ ધન અમોને આજ લાગે પારકાં જેવું !
દીધી છે એ ખુદા ! તે ક્યા ગુનાહોની સજા આજે.

હતી ઉઘરાણીઓ વરસો જુની એ પાકવા લાગી,
હિસાબો જે હતા બાકી થયા એ રોકડા આજે.

થતી'તી કાલ જેનાથી બધી મોંઘી ખરીદીઓ ;
જુઓ વેંચાય છે , એ નોટ સસ્તામાં ભલા આજે.

હતી જે કાલ સુધી પ્રાણથી પણ હા વધુ પ્યારી;
એ નોટો સાપના ભારા સમી લાગે છે કા આજે ?

જે નહોતા પાઇ પણ દેતા, એ દેતા થઇ ગયા નોટો,
જુઓ મખ્ખીચૂસો દાતા અચાનક થઇ ગયા આજે.

કર્યું તું બાર દિ પહેલા જે લક્ષ્મી નું પૂજન 'કાયમ'
થયા તૈયાર એનાથી જ છેડો ફાડવા આજે.

કાયમ હઝારી
મોરબી.

No comments:

Post a Comment