------------------------------------
નજર નજરથી નક્કી મળી નંદલાલા,
નહિતર પથમાં ના હોય આ ઊજિયાલા,
છનન છનન મોરા પાયલિયા ન બાજે,
જગપતિ દિલમાં જો આવીને ના બિરાજે,
છલક છલક પાણી બેડલામા રહે છે,
સકલ જલ જમુના મુજમાંથી વહે છે,
ઝળહળ પગલા પ્રાતઃ દિલે જો મળે છે,
સજન રજનીમાં મારી ગલીમાં વળે છે.
કલમ લઇ અને એ કાગળે ના ધરું હું
સીધું જ હદયમાં આ કાવ્યને કોતરુ છું.
-લતા ભટ્ટ
No comments:
Post a Comment