અપ્સરા આવી !
રૂમઝૂમ રૂમઝૂમ, રૂમઝૂમ રૂમઝૂમ!
પારદર્શિતા, રૂપગૌરીતા,
મનમોહિની, મનભાવિની ,
મૃગનયની, હરિણી સમ ચંચળ,
મૃદુભાષિણી ચારુભાષિણી
સર્વલક્ષણ સમ્પના
કરે કંકણ, કર્ણે કુંડળ,
કંઠે ઝળકે રત્નની માળ ,
કમરે સુવર્ણની કટી મેખલા ,
પગમાં નુપુર નાં નાદ ,
રૂમઝૂમ રૂમઝૂમ, રૂમઝૂમ રૂમઝૂમ,
તું નૃત્યાંગના, તું દેવાંગના ,,
તું છે ઈન્દ્રની અપ્સરા ,,
તું મેનકા, તું રંભા, છે તું ઉર્વશી ,
ગજગામિની, તું સ્વરુપીણી
મદમાતી ચાલે તું કુસુમહાર ગૂંથતી.
.આવે મુજ દ્વાર ઓ મંદાકિની !
મુજ ગ્રીવા પર ઝૂલે તુજ કરમાળ…વરમાળ
ઓ પ્રિયદર્શીની !
પધરામણા મુજ આંગણે .....
દેહલાલીત્યના … શ્રીંગારના, સાનિધ્યના
રૂમઝૂમ રૂમઝૂમ, રૂમઝૂમ રૂમઝૂમ ...
સત્કારો મુજને ..... વધાવો મુજને ....
હું ઈચ્છા .... હું પરિકલ્પના ....
હું સ્વપ્નું ..... રોજ આવી ને વરુ તુજને ....
બોલ ! વરે છે મુજને ?
----+અસ્મિતા
No comments:
Post a Comment