Sunday, 6 November 2016

અછાંદસ

એક વૃક્ષ જયારે વવાય છે ત્યારે "
-------------------------------------

એક વૃક્ષ જયારે વવાય છે ત્યારે,
સાથે સાથે ઘણું બધું વવાય છે,
વાવનાર નું વિઝન
         ને
વાવનાર ના સપનાઓ...
     એક વૃક્ષ વવાય છે ત્યારે,
સાથે સાથે ઘણું બધું વવાય છે,
કલકલ કરતાં પંખીઓ ની
નિરાંત અને આશરો,
ધોમ ધખતા ઉનાળામાં
મુસાફરી કરતાં વટેમાર્ગુ
ની હાશ!
કોઇ ભગવાનનાં શિરે
શોભતાં ફૂલો,
કોઇ બાળકને હંમેશા
ભાવતાં ફળો,
ઓઝોન માં પડતાં
ગાબડાં નાં થીંગડાં,
સિલિન્ડરો કે ટનમાં
ન ગણી શકાય એટલો ઓક્સિજન,
વાદળોને વરસવાની કંકોતરી,
....અને વાવેલાં વૃક્ષોમાંથી
નવાં અવતરિત થનારા
અનેક વૃક્ષો...
એક વૃક્ષ વવાય છે ત્યારે,
સાથે સાથે ઘણું બધું વવાય છે.

   ---- મુકેશ મણિયાર.
      

No comments:

Post a Comment