!ગોપીનું હોળી ગીત!
આવી હોળી,ભરી લાવી રંગોની ઝોળી,
અમે આવ્યા જમનાજીમાં બોળી.
રંગ તે એવો કૈં લાગ્યો ગોકુળિયાને,
પાછળ ફરે છે ગોપી ભોળી ભોળી.
આવી હોળી...
ઘડી ઘડી શ્યામ તું નખરાના કરતોને,
જો!આજે પડી છું હું થોડી મોડી,
સમણાં કે દા'ડાના આવ્યા'તા અમને ,
કે જાશે ધૂતારો પેલો છોડી છોડી,
ઊભો રાખી અલ્યા કાજળ આંજો એને,
નજરૂનાં લાગી જાય કો'ની મોળી.
આવી હોળી,ભરી લાવી રંગોની ઝોળી,
અમે આવ્યા જમનાજીમાં બોળી.
ઊભી બજાર છીંકા ફોડવાની આદત,
ઊંચાઈ છે એની વેંત ઊપર કોણી,
મુગટ ખોવાણાનાં બ્હાના કાઢે લુચ્ચો,
ઘર ઘર જઈ છાંટે પીચકારી પૉણી.
નખરાળો રોજ ખેલ નવા કરતો,
છતાં ગામ પીજાતું મશ્કરી એની ઘોળી.
આવી હોળી,ભરી લાવી રંગોની જોળી,
અમે આવ્યા જમનાજીમાં બોળી.
મુકેશ કાનાણી!નાકામ!
No comments:
Post a Comment