સંબંધો વોટ્સ એપ પર જાળવતા રહ્યા
ખબર અંતર ચેટ દ્વારા જણાવતા રહ્યા
નિકટતાનો એહસાસ જ જતો રહ્યો
સંદેશા આપી વ્યવહાર નભાવતા રહ્યા
વડવાના નામથી ગ્રુપ તો શરૂ કરી દીધા
તેમની સ્થાપેલી પરંપરા ભુલાવતા રહ્યા.
આવાસો નિકટ અને સાધનો હાથવગા
છતાં સામિપ્યનું સુખ ઘટાડતા રહ્યા
પરિવારમાં ગમો અણગમો ચાલ્યા કરે
અહં જાળવી લોકો અંતર વધારતા રહ્યા.
દિલીપ શાહ
No comments:
Post a Comment