ન ફૂટેલા સૂરસૂરિયા જેવા વિચારો ત્યજી
નવા નક્કોર ભડકા કરશું નવા વર્ષે.
જર્જરિત થઇ ચૂકેલાં કેટલાક સબંધોને
નવા નક્કોર વાઘા પહેરાવીશુ નવા વર્ષે.
નીકળીને સમયસર પહોંચી ન શકાયું મંજિલે
ગમ નહીં, પ્રયત્નોની સંખ્યા વધારશુ નવા વર્ષે.
ઘટતું જ રહ્યું લગભગ પળે પળ
પણ હવે પામ્યાનો પરિતોષ પામશુ નવા વર્ષે.
દેખાયુ ના થોડું ભરેલું ઘણીવાર
ગ્લાસ ખાલી હવે અવગણશુ નવા વર્ષે.
વોટ્સેપ ને ફેસબુક પર સંદેશા બહુ થયા
ફેસ ટુ ફેસ ડાયરે મળી રામ રામ ના પડકારા કરશું નવા વર્ષે.
યંત્રવત બની લગભગ મશીન બનતા રહ્યા
પણ હવેથી ધડકવાનુ રાખશુ ચોક્કસ નવા વર્ષે.
સંકલ્પો"નીલ " લગભગ સડી જાય છે
ને માટે કંઇક તો કંઇક નક્કર કરવાનુ રાખશુ નવા વર્ષે.
રચના:નિલેશ બગથરિયા
"નીલ "
Monday, 23 October 2017
અછાંદસ
Labels:
નિલેશ બગથરિયા
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment