Monday, 23 October 2017

અછાંદસ

ટપકતાં આંસુઓ ને જાણી શક્યો છુ
એટલે જ કદાચ મુસ્કાન વહેંચી શક્યો છુ.
ઠેક ઠેકાણે ભટકી શક્યો છુ
એટલે જ કદાચ એક સરનામું પામી શક્યો છુ.
સવારે સવારે સમયસર નીકળી શક્યો છુ
એટલે જ કદાચ રાતના હર શમણાંને દિશા આપી શકયો છુ.
વખત આવ્યે વળી શક્યો છુ
એટલે જ કદાચ નબળી ક્ષણોને ખાળી શક્યો છુ.
નથી મારુ કશું આ જગે જાણી શક્યો છુ
એટલે જ કદાચ આ જીવતરને સહજતાથી જીવી શક્યો છુ.
માણસ છુ "નીલ" જાણી શક્યો છુ
એટલે જ કદાચ માણસ માણસને
પામી શક્યો છુ.
     રચના:નિલેશ બગથરિયા
                   "નીલ "

No comments:

Post a Comment