Monday, 23 October 2017

ગઝલ

ઉદાસી હમારી વધારી રહ્યાં છો,
ખરા સ્નેહ નાતા નભાવી રહ્યાં છો.

જગતની રસમના બહાના બનાવી,
નજરથી અમોને ઉતારી રહ્યાં છો.

ઇરાદે ભરેલી હતી ચેતનાઓ,
અમોને પરાયા બનાવી રહ્યાં છો.

હ્રદયથી ચરણમાં નમાવેલ સરને,
તમે ઠોકરોએ ચડાવી રહ્યાં છો.

કસમ છે તમારી તમારા થયા પણ,
છતાં એ નમાયા ગણાવી રહ્યાં છો.

તમન્ના તમોને હતી ભેટવાની,
જગી ભાવનાઓ નકારી રહ્યાં છો.

નસીબે તડપવા લખ્યા લેખ માસૂમ,
પછી કેમ મનને જલાવી રહ્યા છો.

                 માસૂમ મોડાસવી

No comments:

Post a Comment