છોડી દે હથિયારો છાનોમાનો,
બન નહિ તું હત્યારો છાનોમાનો.
ધંધા બીજા ક્યાં ઓછા છે રળવાં?
તું ના થા કઠિયારો છાનોમાનો.
મંદિર માટે ઉઘરાવેલો ફાળો,
ખરચે તે સહિયારોં છાનોમાનો.
કંગન છોડ્યાં છે સ્ત્રીઓએ,
બેઠો છે મણિયારો છોનોમાનો.
લીધું તેનું આપી દે પાછું તું,
શોધ પછી કિડયારો છાનોમાનો.
દુઃખ એનાં જીવનમાં એથી આવ્યું,
ખાધો છે મજિયારો છાનોમાનો.
કોની આગળ મારે હળવાં થાવું,
ભીંજાય નયન ક્યારો છાનોમાનો.
અલગોતર રતન "નિરાશ"
No comments:
Post a Comment