Saturday, 26 November 2016

अछांदस

ચાહત...

દિલનો અજાણ્યો રસ્તો ગોતે,
ભીનો છાયડો જાણે ભીની આંખની વાત છે,
સુના આકાશમાં દેખાતી રાત અને ખાલી સંગાથ છે,
દરિયાનું દિલ અને પથ્થરની ખીણ કોતરાય
તડકાની કઈ વાતમાં ?
જાણે...
પાલવ લહેરાતી ફૂલની જાત છે!
આ ચાહત છે શું ?
ધબકાર ચુંકેલું આ દિલ છે
અને દિવાની થઈ ગયેલી રૂવાડે-રૂવાડે આહટ છે
બસ એક ચાહત છે !!
બિડાયેલા ભમ્મરને ..
કમળનો સાથ પૂછી તો જૂઓ...
ચાહતને કમળમા પૂરી તો જૂઓ...
ગુંગળાતા ગુંજનની આ જાત છે!!
આ ચાહત છે શું ?
કાષ્ટને કોરીને આર-પાર થાતું..
ચાહતમાં ભમ્મરનું શું નામ ત્યાં થાતું ?
કોતરેલું જ અળખાતું !!
જાજેરી ભીડમાં એક જણ પરખાતું ...
પતંગનું પત્તું દિવે ભરખાતું..
અંધારે દૂર-દૂર કોણ આ જાતું ?
પડછાયો દિવાનો અને દિવાને થાતું !!
અંજવાળી મેહફીલમાં ગીત કોણ ગાતુ ?
પતંગની પાંખે અને આંખે ઓલવાતું..
ચાહતમાં આ જ થાતું  !!!
આંસુ સુકાણા રણમાં..
લેલા-મજનુનો અવાજ કણ-કણમાં
જાણે દરિયો થઈને રેલાણા..
ખારા ખાબોચિયામાં આંસુ નેવાણા અને આ ચાહતના મોજાઓ થઈ ગરજયા આભ
છતાં...!
વિયોગી આંસુ મીઠા જેવા જ સબરસ,
સહનશીલતાનું બીજું નામ છે ચાહત..!
તે કરે છે ચાહત ..
તે કહે છે તે ચાહત..
દરેક સ્વાદને ચાખે છે શું?
વિયોગ અને પ્રેમમાં આકે છે શું?
ચાહતમાં પથ્થર છે અને ચાહતમાં ફૂલ છે,
ઉડી..!
આ ઝાકળને રાખે છે શું?
પથ્થરદિલ છે કોમળ!!
આ આંસુને હથેળીમાં માપે છે શું ?
આંસુ પથ્થરના રેત થઈને ગોત,
હશે ત્યાં પાણી..!
નહી હશે ત્યાં પાણી..!
સરકતા મોતી જાણે આંસુ અને આ ચાહત..
થડથડતી હશે..
ખળખળતી હશે..
સુગંધ ભીજવીને ભળતી હશે..
ચાહત પથ્થરની ધરી હશે
ધરતીનાં ખોળે ભરી હશે
આંસુની નદી થયેલી આ આંખ
ખાડો ખોલો તો જડી દીધેલ હશે..
જુવો..
ચાહત પથ્થરની રડી હશે
મીઠી વિરડી અને ખારો પટ્ટ
ચાહત જાણે આ પથ્થર
થયેલા દિલનાં આંસુ...
પથ્થર ખીણમાં વેહતાં
અને પછી સૂકાતાં...

જાગૃતિ મારૂ મહુવા "જાગુ"

No comments:

Post a Comment