Saturday, 26 November 2016

हझल

ચાલો હસીને ખખડતાં માણી લઈએ જીવને.
ઝાઝું નહીં થોડાકમાં ઢાળી લઈએ જીવને.

આવી જશે અંતિમ ઘડી આયુષ્યની રમતી અહીં,
હાસ્ય સજાવી હોઠ પર તાણી લઈએ જીવને.

લેખાં લખેલાં ભાલના વાંચી શકયું ના કોઈપણ
આત્મા કરીએ ચારણી ચાળી લઈએ જીવને.

થૈ સાફ અંતરથી ઉતારી દે મિથ્યા અભિમાન તું,
લૈ હાથમાં હરિની ધજા વાળી લઈએ જીવને.

ફેલાઇ આ "શગ" નાથવા ખોટી ઉગેલી શ્રદ્ધા,
આરસ સજાવી ધર્મનો જાણી લઈએ જીવને.

-શીતલ ગઢવી"શગ"

No comments:

Post a Comment