Sunday, 27 November 2016

गझल

ગયા વર્ષે  લખાયેલી  એક 'ગઝલ'

આજ મારે આંગણે  બોલી રહયો છે કાગડો,
કોઈના સંદેશને ખોલી રહયો  છે  કાગડો.

યાદ આવી ગઈ *ર.પા.ની જોઈ બેઠેલ કાગડો,
વીજળીના  તારને ઠોલી રહયો છે કાગડો.

આ ઉંમરનાં પડ ઉઘડતાં જાય છે શૈશવ સુધી,
ડુંગળી  જેવો સમય ફોલી રહયો છે કાગડો.

જે સમયના વહેણમાં  ભૂલી ગયો'તો હું  ભલા,
એ જ જૂના ઘાવને છોલી રહયો છે કાગડો.

  *રમેશ પારેખની રચના "કાગડો મરી ગયો"ના સંસ્મરણો  સાથે.....

      -'શિલ્પી'  બુરેઠા (કચ્છ)

No comments:

Post a Comment