પરાણે પ્રિત કરવાની જફા લાગે તમે માનો,
ફલક નીચે નમે સીને ધરા લાગે તમે માનો.
દબીને પામવાની ઘેલછા રાખે જમાનામાં,
ઉમીદોના ઉછાળાની સજા લાગે તમે માનો.
નજર લાગી અગન જાગે નયનભીના શરમ ત્યાગે,
ઢળીને આંચમાં બળતી હયા લાગે તમે માનો.
થકેલા રાહમાં ચલતા મગર પગલાં સહજ પડતા,
ચહેલો સાથ ચાહોતો વફા લાગે તમે માનો.
ભરોસે ચાલતા બંદા સહારા નાખતા ફંદા,
ઉતારે આસરે તાબે જતા લાગે તમે માનો.
કદમ ભટકે, ડગર છટકે,નજર સામે સફર અટકે,
તમન્ના મન ચડી માથે ખતા લાગે તમે માનો.
ઉઠાવે ભાર આસ્થાના નભાવે ખાર નાતાના ,
જગેલી જ્યોત પણ માસૂમ ખફા લાગે તમે માનો.
માસૂમ મોડાસવી
No comments:
Post a Comment