Monday, 21 November 2016

અછાંદસ

મેં તો
સ્મશાન માગ્યું
બિંદાસ બનીને
સામે હતું.
મને ગમતું
ઉડી જાઉ અાકાશમાં
ખરી જાઉ રાખ થઈ
પણ
એને
કબર આપી
સાથે ખબર આપી
હા
હવે
શું કરવું
કદાચ
મારે કબરની
માંગણી કરવી રહી
કેમકે
હું કાયમ
કેદ હતો એનામાં.....!

   ...ચિરાગ દેવગાણિયા "રાગ"

No comments:

Post a Comment