એક અજાણી સંગત થઈ ગઈ,
કેવી મજાની રંગત થઈ ગઈ
આંખ ઉઠી ને નજરો મળી ત્યાં,
વાત જો સાવ અંગત થઈ ગઈ
એક નજર જ્યાં જોયા તમને
લાગણી કેવી સખ્ખત થઈ ગઈ
ચાર જીગરીયા જ્યાં પણ મળ्યા,
એક થાળીએ પંગત થઈ ગઈ !
લો, બકરું કાઢતાં પેઠું ઊંટ,
રાજકારણમાં ગમ્મત થઈ ગઈ
-શબનમ
No comments:
Post a Comment