Friday, 18 November 2016

ગઝલ

થાક લાગ્યે થોભવાનું હોય છે
અન્યથા બસ દોડવાનું હોય છે

નીકલો ના માગવાને લાગत्रણી
કોઈ માં એ ખોજવાનું હોય છે

સ્મિત પણ તો આપવાની રીત છે
આપવામા જોખવાનું હોય છે?

લાગતો જો હોય તમને ભાર તો
ક્યાંક થોડુક જોડવાનું હોય છે

મોત તો આવી જશે પૂછ્યા વિના
મોત ને બસ પોખવાનું હોય છે
             આરતી મેહતા'ઝરમર'

No comments:

Post a Comment