અમારે અહિ બોલવાનું થયુ છે
બધાને પછી જાણવાનું થયુ છે
ગયુ છે અહિ આવી પઁખી ફરી થી
અમારે પછી ચાહવાનું થયુ છે
વહાવી અમે લાગણી તો ઘણી છે
સહી ગ્યો દરદ જે મજા નું થયુ છે
સૌ તત્વો મળી ને બને તન બધાનું
બધા શ્વાસનું ઘર હવા નું થયુ છે
મટી જાય જખ્મો અગર આ અમારા
અમારું દરદ તો દવા નું થયુ છે
બળી જાય છે લાશ મારી હવે આ
હતુ તન અમારું ધરા નું થયુ છે
ખબર નાં પડી કાંઇ સાથી ની સાથે
જનમ મા અહિ શું થવાનું થયુ છે
No comments:
Post a Comment