Sunday, 6 November 2016

ઋતુઓની મોહતાજ

ક્યારેક હૃદયે વ્યાપી 'તી :
શિશિર સરખી શીતળતા ..
આજે ગ્રીષ્મની ગરમી :
મારા હૈયામાં ઝળે છે !
ક્યારેક રમતું હતું હોઠો પર :
સદા વાસંતી સ્મિત ..
આજે વર્ષાનું સરનામું
મારી આંખમાં મળે છે !
ક્યારેક હતી શરદની ચાંદની :
ઉજ્જવળ આ મુખ પર ..
આજે પાનખરની ઉદાસી :
મારા મુખ પર જડે છે !
ક્યારેક હતી આ જીંદગી :
અનેક તહેવારોની સૌગાદ ..
આજે વિભાજીત થતાં -થતાં :
ઋતુઓની મોહતાજ મળે છે !

ઉષા પંડ્યા .

No comments:

Post a Comment