જેને જવુ હોય તે જાય ને જે થવું હોય તે થાય
મને આ મારું સદાય માટે ગીત મજાનું ગાય.
આજની મારી ડાળી ઝૂલે
કાલને ખૂલવું હોય તો ખૂલે
ભમરો કુંજગલીમાં ભૂલે
સૂરજમુખી થઈ જવું કે આંખે સૂરજ પણ સચવાય
જેને જવું હોય તે જાય ને જે થવું હોય તે થાય.
ધૂળ કે સોનું બધુંય ઠીક છે
હરખ-શોક તો સાવ નજીક છે
આપણે અહીં કોની બીક છે
પળનાં મોજાં ઊછળે ભાંગેઃ પણ દરિયો તો લ્હેરાય
જેને જવું હોય તે જાય ને જે થવું હોય તે થાય.
-- સુરેશ દલાલ....
No comments:
Post a Comment