મહુડામાં મોહ્યું મન
કે એની એક નજરમાં આંખે મ્હોર્યું સોનેરી સગપણ
રોમરોમથી નીતરતી મહુડાની પેલ્લી ધાર
મદમાતાં મદમાતાં શમણાં ખરી ગયા બે ચાર
કે મારી છાતીમાંથી ધબાક દેતું કૂદી ગયું એક રણ
જન્મોથી ઝંખ્યો એ મહુડે બાંધ્યો તારેતાર
રગરગમાં ઉજવાતો આજે મહુડાનો તહેવાર
કે અમને એકમેકના બની જવાની મળી ગઈ આ ક્ષણ
મહુડામાં મોહ્યું મન........
~વનરાજસિંહ સોલંકી
No comments:
Post a Comment