Monday, 21 November 2016

ગઝલ

કાં તો બોલ્યું બદલી નાખો,
અથવા સિક્કો પલટી નાખો.

પાત્ર બદલવું છોડી દઈને-
જાત અસલ આ ભજવી નાખો.

મહેમાં થઈ દુઃખ આવ્યું હો તો-
બાળક થઈને પજવી નાખો.

પાછો આજ મનાવું તમને,
પહેલાં જેવું છણકી નાખો.

હાલ અમારા સમજી જાશો,
આજ તમે પણ તડપી નાખો.

ગુલ્લક ભરચક થઈ જાવાનું,
શ્વાસ મળ્યા એ ખરચી નાખો.

દિલને અડકે જે પણ કિસ્સા,
મુક્ત મને એ ગઝલી નાખો.

-જિગર ફરાદીવાલા

No comments:

Post a Comment