નહીં યાદ આવો, તમે પણ ખરા છો,
મને ભૂલી જાવો, તમે પણ ખરા છો!
તમે મારાં સપનાં સતત જોતા હો ને
કશું ના બતાવો, તમે પણ ખરા છો!
તમારા હું ચહેરા ઉપર સ્મિત ઝંખું!
હસો, ના હસાવો, ખરા છો તમે!
નિરાશામાં ડૂબી ગયો હોઉં, તો પણ
ન આશા જગાવો, ખરા છો તમે!
મથું રોપવા હું નવી શ્રદ્ધા દિલમાં,
કદમ ના ઉઠાવો, ખરા છો તમે !
-હેમંત મદ્રાસી
No comments:
Post a Comment