Friday, 11 November 2016

ગઝલ

ગજબ હાથે ગુજારીને

ગજબ  હાથે  ગુજારીને  પછી  કાશી ગયાથી શું
મળી દુનિયામાં બદનામી પછી  નાસી ગયાથી શું

દુઃખી વખતે  નહિ  દીધું  પછી ખોટી દયાથી શું
સુકાણાં  મોલ  સૃષ્ટિનાં  પછી  વૃષ્ટિ  થયાથી શું

વિચાર્યું નહિ લઘુ વયમાં પછી વિદ્યા ભણ્યાથી શું
જગમાં કોઈ નવ જાણે  ઈ જનેતાનાં જણ્યાંથી શું

ન ખાધું કે ન ખવડાવ્યું  દુઃખી થઈને રળ્યાથી શું
કવિ પિંગળ કહે  પૈસો  મુવા વખતે  મળ્યાથી શું

-પિંગળશીભાઈ ગઢવી

No comments:

Post a Comment