Saturday, 19 November 2016

હાઈકુ

બાશો નાં હાઇકુ:
ગુજરાતી ભાવાનુવાદ:
અંગ્રેજી પરથી:

૧:
વૃદ્ધ દેડકો
તળાવની પાળેથી ...
જળમાં ડબ્બ!

૨:
કાળો ડિબાંગ
દરિયો : હંસ ગાય
મલમલશું!

૩:
છું પ્રવાસમાં ...
થાક્યો! સ્વપ્નમાં જોઈ
પર્ણ પીળાશ!

૪:
પતંગિયાનું
નૃત્ય : દીપશિખાએ
અંત : નિશ્ચિત!

૫:
કેમ છો તમે?
મજામાં! કહું છું હું!
વૃદ્ધ દેડકો!

૬:
કાળો કાગડો
ટેલિફોનના તારે ...
તડકો મ્હોર્યો!

ડો. હરિહર શુક્લ

No comments:

Post a Comment