તરહી
ચલણ બદલાય તો પણ ક્યાં વલણ બદલાય છે જિગરા ?
સદીઓથી અહીં તો બસ ભરમ બદલાય છે જિગરા.
એ બદલી નાખશે તરત જ જે બોલ્યા'તા હજી હમણાં,
ન મારાથી આ રીતે તો તરત બદલાય છે જિગરા.
'બઢો આગે' કહી આગળ વધે છે કાફલો હરદમ,
ન હો મરજી છતાં પણ ક્યાં ડગર બદલાય છે જિગરા.
પ્રથમ વિસ્તારવી પડશે ઘણી આઘે સુધી સમજણ,
પછી સમજાશે કઈ રીતે ખપત બદલાય છે જિગરા.
ઘૂંટાવું સૌ લખાવીને જ આવ્યા હોય છે સાથે,
સમય સંજોગના નામે ખરલ બદલાય છે જિગરા.
-જિગર ફરાદીવાલા
No comments:
Post a Comment