Friday, 11 November 2016

ગઝલ

વિચાર  વાતે મહાન ચાલે,
બધાજ ખોટા બયાન ચાલે.

સદી  સવાઇ  થવા  મથેને,
ભરી સભામાં.જબાન.ચાલે.

નવી  સદીના નવા મિજાજે,
નવી  દીશાની .ઉડાન ચાલે.

તમામ  નાતે  સમાનતા. હો,
બરોબરી  માં  જહાન. ચાલે.

વતન વહારે પ્રથમ અવાજે,
કદમ  જમાવી  જવાન.ચાલે.

સમય સમય ની કમાલ દેખો,
મલીન    હાથે  કમાન .ચાલે.

તમામ  કામે     નિકાલ    કાજે,
નિયમ વગરના લગાન ચાલે.

નઇ   ઉમરના    નવાજ   નેતા,
પ્રજા  બદલતી .પ્રધાન. ચાલે.
.
બનો  બધાના  અઝિઝ માસૂમ,
હળી    મળીને   .જહાન  ચાલે.

                 માસૂમ મોડાસવી

No comments:

Post a Comment